Home » Taxes » આઈટીઆર (નોન-ઓડિટ કેસો માટે ) ફાઈલ કરવાની તારીખ 31 મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

આઈટીઆર (નોન-ઓડિટ કેસો માટે ) ફાઈલ કરવાની તારીખ 31 મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

  • by
ITR, business accounting, income tax, due date

અહીં નોન-ઑડિટ કેસ ટેક્સપેયર  માટે એક સારા સમાચાર છે જેમણે અત્યાર સુધીમાં તેમનું ITR (ઇન્કમ ટેક્સ રીટર્ન ) ફાઈલ કર્યું નથી.

નાણા મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ ) એ ,આઇટીઆર (ઇન્કમ ટેક્સ રિટર્ન) ફાઈલ કરવા માટેની તારીખ 31 જુલાઈ 2018 ના બદલે લંબાવી ને 31 ઓગસ્ટ ની  જાહેરાત કરી છે.

જો તમે ટેક્સપેયર(કરદાતા ) ની એવી કેટેગરી માં આવો છો જેમણે 31 જુલાઈ પહેલાં રીટર્ન ફાઈલ કરવું જરૂરી છે (નોન ઓડિટ કેસવાળા જ સમાવિષ્ટ માત્ર). તો આ તમારા માટે બહુ મોટી રાહત છે. જયારે ઓડિટ કેસ ના સંદર્ભ માં 30 સપ્ટેમ્બર તારીખ માં કોઈ ફેરફાર નથી. મોટી પેનલ્ટી (દંડ) થી બચવા રીટર્ન  ફાઇલ કરવાની આ છેલ્લી તક જ છે તેમ સમજીને રીટર્ન ફાઈલ કરવું  હંમેશાં વધુ સારું છે કારણ કે આ એક્સ્ટેંશનને( સમયમર્યાદા) વધુ આગળ વધારી શકાશે નહીં.

શું તમે નથી જાણતા કયું ITR ફાઈલ કરવું? નાખો એક નજર આની પર

ITR-3

જે વ્યક્તિઓ ની આવક નીચે ના સ્ત્રોત માંથી આવતી હોય તેઓ ITR-3 ફાઈલ કરવા માટે યોગ્ય છે:

  • પ્રોપ્રાઇટરી બિઝનેસ કે ધંધો
  • વધારા ની આવક આવતી હોય જો હાઉસ પ્રોપર્ટી માંથી,સેલેરી કે પેન્શન માંથી અથવા અન્ય કોઈ સ્ત્રોત માંથી

ITR-4

આ ITR ફાઈલ કરો જો તમે પ્રીસુમ્પટીવ ઇનકમ નો વિકલ્પ પસંદ કર્યો હોય સેકશન 44AD , સેકશન 44ADA , સેકશન 44AE ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ . પણ જો તમારા બિઝનેસ નું ટર્ન ઓવર 2 કરોડ કરતા વધી જાય તો , તમારે ITR-3 ફાઈલ કરવું જોઈએ

ITR-5

ITR 5 એ ફર્મ્સ, LLP ‘ s (મર્યાદિત જવાબદારી ધરાવનાર ભાગીદારી પેઢી, ) AOP s(એસોસિએશન ઓફ પરસન્સ/ વ્યક્તિઓ નું જૂથ કે સમૂહ ધરાવનાર પેઢી ) અને BOI s ( બોડી ઓફ ઇંડીવિડ્યૂઅલ ) માટે હોય છે.

ITR – 6 (આ રીટર્ન માત્ર ઇલેકટ્રોનિકલી ફાઈલ કરવામાં આવે છે )

કંપની કે અન્ય કંપની જે સેકશન 11 હેઠળ એક્સએમ્પ્શન માંગતી હોય ( એવી આવક કે જે ચેરીટેબલ કે ધાર્મિક હેતુ હેઠળ આવતી હોય )

ITR-7

જો તમે નીચેનામાંથી કોઈ સ્ત્રોત  સાથે સંકળાયેલ હોવ તો તમારે આ આઇટીઆર ફાઇલ કરવાની જરૂર છે:

  • સાયન્ટિફિક રિસર્ચ એસોસિએશન
  • ન્યૂઝ એજન્સી
  • એસોસિએશન કે ઇન્સ્ટિટ્યૂશન જે સેકશન  10(23A) હેઠળ સમાવિષ્ટ થતી હોય .
  • ઇન્સ્ટિટ્યૂશન કે જેનો સમાવેશ સેકશન  10(23B) હેઠળ થતો હોય .
  • ફંડ અથવા સંસ્થા અથવા અન્ય શૈક્ષણિક સંસ્થા અથવા કોઈ હોસ્પિટલ અથવા અન્ય તબીબી સંસ્થા.
  • જો તમારી આવક ધર્માદા અથવા ધાર્મિક હેતુઓ માટે ટ્રસ્ટ અથવા અન્ય કાનૂની જવાબદારી હેઠળ રાખવામાં આવેલી મિલકતમાંથી અથવા ઉદ્દેશ્યથી ઉદ્ભવેલી હોય

તમારા વ્યવસાયના પ્રકાર પર આધાર રાખીને, અગાઉ ઉલ્લેખિત ફોર્મ્સમાંથી એક યોગ્ય  પ્રકારના આઇટીઆર ફોર્મનો ઉપયોગ કરવો જોઈએ.

ITR ફાઈલ કરવા માટે ના જરૂરી ડોકયુમેન્ટ્સ

1.પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ

2.બૂક્સ ઓફ એકાઉન્ટ્સ (જો જરૂરી હોય )

3.બેંક સ્ટેટમેન્ટ્સ

4.સેલ્સ રજીસ્ટર કે વર્ષ દરમિયાન થયેલ વેચાણ વિષે ની માહિતી

5.પરચેઝ રજીસ્ટર કે વર્ષ દરમિયાન થયેલ દરેક ખરીદી વિષે ની માહિતી ધરાવનાર(કેપિટલ એસેટ સાથે સમાવિષ્ટ)

6.TDS સર્ટિફિકેટ / ફોર્મ  16A ((જો ઉપલબ્ધ હોય )

7.વેટ રીટર્ન કે સર્વિસ ટેક્સ રીટર્ન

8.રેજીસ્ટ્રેશન સર્ટિફિકેટ

9.બિઝનેસ ને લગતા ખર્ચ વિષે ની માહિતી

10. અન્ય ઇનકમ વિષે ની માહિતી બિઝનેસ ઇનકમ સિવાય ની  (કેપિટલ ગેઇન, સેલેરી, રેન્ટ વગેરે .)

11.ટેક્સ સેવિંગ રોકાણ ધરાવતા પ્રૂફ

12.ચોકસાઈ અને જલ્દી એકસેસ માટે ,તથા  બિઝનેસ ડેટા મેઈનટેન કરવા હંમેશા બિઝનેસ એકાઉન્ટિંગ સોફ્ટવેર વાપરવા નું કહેવામાં આવે છે. જો તમારી પાસે નથી તો વ્યાપાર વાપરવાનું શરુ કરો. સર્વશ્રેષ્ઠ GST આધારિત એકાઉન્ટિંગ સોફ્ટવેર ઇન્ડિયન બીજનેસ્સ માટેનું – ડાઉનલોડ કરો અને ફ્રી ટ્રાયલ કરો હમણાં

હેપી વ્યાપારિંગ!!

Leave a Reply