નવા જીએસટી રિટર્ન ની ફાઇલિંગ પ્રક્રિયા માં થયો વિલંબ

જીએસટી રિટર્ન ફાઈલ કરવું હંમેશા અઘરું પડે છે! ખરું ને?

જો કે સદ્ભાગ્યે, સરકારે વાયદો કર્યો છે કે નવા સરળ જીએસટી રીટર્ન ફોર્મ વડે તે આ પ્રક્રિયા સહેલી કરશે. આ તમને એપ્રિલ 1 ,2019 સુધીમાં પ્રાપ્ત થઇ જવું જોઈતું હતું પરંતુ નથી થઇ શક્યું. તેમાં વિલંબ થયો છે.

હવે નવી તારીખ નવું સોફ્ટવેર સિસ્ટમ 100 % તૈયાર થઇ જાય પછી જ નક્કી થશે.

નવી પ્રોસેસ શું હશે?

  •       જો તમારું વાર્ષિક ટર્નઓવર Rs 5 કરોડ સુધીનું હોય તો દર મહિને GSTR 1 ,GSTR 2 અને GSTR 3 ભરવાની જરૂરિયાત નથી. તમારે આ બેમાંથી કોઈ એક જ ફોર્મ ફાઈલ કરવાનું છે – સુગમ અને સહજ.           3 મહિનામાં એક વાર (ક્વાટરલી)
  •       સહજ” રિટર્ન ફોર્મ B2C બિઝનેસ માટે છે. દા.ત. તેવા બિઝનેસ  જે ગ્રાહકો માટે સામાન બનાવે છે.
  •       સુગમ” B2B બિઝનેસ  માટે છે. દા.ત. તેવા બિઝનેસ કે જે બીજા ઉદ્યોગો તેમજ ગ્રાહકો માટે સામાન બનાવતા હોય.
  •       દરેક સંજોગોમાં તમારે GSTR 3B તો ફાઈલ કરવું જ પડશે.
  •       જો તમારે ફાઇનાન્સિયલ  વર્ષના કોઈ પણ કવાર્ટરમાં કોઈ પણ ખરીદ કે વેચાણની ટેક્સ લાયાબીલિટી ના હોય તેમજ કોઈ આવનારી ટેક્સ ક્રેડિટ ના હોય તો તમારે તે પુરા ક્વાર્ટર માટે ફક્ત એક “નીલ” રીટર્ન ફોર્મ ભરવાનું રહે છે.
  •       તમે ફક્ત એક SMS દ્વારા પણ રીટર્ન ફાઈલ કરી શકો છો. વાહ, સાંભળવામાં તો એ બહુ સરળ લાગે છે.

ફાયદા શું છે?

  •     નાના બિઝનેસ માટે જીએસટી રીટર્ન ફાઈલ કરવા બહુજ સહેલા અને સામાન્ય થઇ જશે.
  •       પાલન (કમ્પ્લાયન્સ)નો કોઈ મુદ્દો જ નહિ રહે.
  •       વિક્રેતા તથા ખરીરદારના ઈન્વોઈસ સરળતાથી મેચ થશે.

આ બાબતે તમારા શું વિચાર છે તે નીચે જણાવો.

હેપ્પી વ્યાપારીંગ!!!vyaparapp, business accounting, invoicing app. billing, create invoice

You May Also Like

Leave a Reply