31 મી જુલાઈ પહેલા આઇટીઆર ફાઈલ કરવા નું વિચારી રહ્યા છો?: તો જાણો એસએમઈના વેપારીઓએ નીચે ની કઈ બાબતો જાણવી જરૂરી છે.

July 31st, ITR, return filing

શું તમે એવો બિઝનેસ ચલાવી રહ્યા છો જેની આવક 1 કરોડ કરતા વધુ છે? કે તમે સેલ્ફ એમ્પ્લોઇડ છો અને 25 લાખ કમાઈ રહ્યા છો? જો તમે આમાં થી કઈ પણ છો , 31 જુલાઈ તમારી માટે મહત્વ ની તારીખ છે અને તમારે ITR ફાઈલ કરતા પહેલા નીચે ની બાબતો જાણવી જરૂરી છે.

એક યોગ્ય  ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા ટેક્સ ઓડિટ કરાવો:

જો આવક તમારા ધંધા/ પ્રોફેશનમાંથી  આવી રહી છે:

જો તમે ફાઇનાન્સીયલ યર (નાણાકીય વર્ષ)  દરમિયાન 50 લાખ રૂપિયા કરતાં વધુ કમાણી કરતા હો તો ટેક્સ ઓડિટ ફરજિયાત છે.

પરંતુ જો તમારી આવક 50 લાખ રૂપિયાથી ઓછી છે, તો તમારી કુલ આવકના 50% પર ઈન્ક્મ ટેક્સ ચૂકવવો પડશે ,નહિ તો  ઓડિટ આવશ્યક છે.

જો આવક તમારા બિઝનેસ માં થી આવી રહી છે

જો તમે એવા બિઝનેસમેન છો જે 2 કરોડ કરતા વધુ કમાઈ રહ્યા છો તો ઓડિટ ફરજીયાત છે.

પરંતુ જો એક બિઝનેસમેન  તરીકેની તમારી આવક 2 કરોડ રૂપિયાથી ઓછી છે, તો તમારા બિઝનેસ ની  કુલ આવકના 8% પર ઇનકમ ટેક્સ ચૂકવવાનો રહેશે,નહીંતર ઓડિટ જરૂરી છે.

ઑડિટનો મુખ્ય હેતુ કરપાત્ર આવક નક્કી કરવા નો  છે. જો તમે એકાઉન્ટિંગ બુક જાળવવા વ્યવસાયિક એકાઉન્ટિંગ સૉફ્ટવેર જેવા કે વ્યાપાર નો ઉપયોગ કરી રહ્યા છો , તો આ સમસ્યા ના હોવી  જોઈએ.

ઈન્ક્મ ટેક્સ , જે ઇન્કમ ટેક્સ એક્ટ  હેઠળ લાગુ પડે છે, તેની ઓડિટ પછી જ ચૂકવણી કરી શકાય છે. ટેક્સ ઓડિટ થયા બાદ જ ઈન્ક્મ ટેક્સ રીટર્ન જે તે નાણાકીય વર્ષ માટે ફાઈલ કરવામાં આવે છે.

દરેક બિઝનેસ અને પ્રોફેશનલ માટે તે જરૂરી છે કે  આવકવેરાના વળતર સાથે ઑડિટ રિપોર્ટ્સને ઈ-ફાઇલ કરવા માટે ટેક્સ ઑડિટને પાત્ર છે.

જયારે તમારું ITR ફાઈલ કરતા હોવ ત્યારે

ITR ફાઈલ કરવા ના વિવિધ પ્રકાર ના ફોર્મસ ઉપલબ્ધ હોય છે અમુક શરતો ને આધારિત. સરકારે બિઝનેસ અને પ્રોફેશન ના આધારે  ITR-3, ITR-4, ITR-5, ITR-6, ITR-7 જેવા ફોર્મસ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા નક્કી કરેલ છે .

શું તમે નથી જાણતા કયું ITR ફાઈલ કરવું? નાખો એક નજર આની પર

ITR-3

જે વ્યક્તિઓ ની આવક નીચે ના સ્ત્રોત માંથી આવતી હોય તેઓ ITR-3 ફાઈલ કરવા માટે યોગ્ય છે:

 • પ્રોપ્રાઇટરી બિઝનેસ કે ધંધો
 • વધારા ની આવક આવતી હોય જો હાઉસ પ્રોપર્ટી માંથી,સેલેરી કે પેન્શન માંથી અથવા અન્ય કોઈ સ્ત્રોત માંથી

ITR-4

આ ITR ફાઈલ કરો જો તમે પ્રીસુમ્પટીવ ઇનકમ નો વિકલ્પ પસંદ કર્યો હોય સેકશન 44AD , સેકશન 44ADA , સેકશન 44AE ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ। પણ જો તમારા બિઝનેસ નું ટર્ન ઓવર 2 કરોડ કરતા વધી જાય તો , તમારે ITR-3 ફાઈલ કરવું જોઈએ

ITR-5

ITR 5 એ ફર્મ્સ, LLP ‘ s (મર્યાદિત જવાબદારી ધરાવનાર ભાગીદારી પેઢી, ) AOP s(એસોસિએશન ઓફ પરસન્સ/ વ્યક્તિઓ નું જૂથ કે સમૂહ ધરાવનાર પેઢી ) અને BOI s ( બોડી ઓફ ઇંડીવિડ્યૂઅલ ) માટે હોય છે.

ITR – 6 (આ રીટર્ન માત્ર ઇલેકટ્રોનિકલી ફાઈલ કરવામાં આવે છે )

કંપની કે અન્ય કંપની જે સેકશન 11 હેઠળ એક્સએમ્પ્શન માંગતી હોય ( એવી આવક કે જે ચેરીટેબલ કે ધાર્મિક હેતુ હેઠળ આવતી હોય )

ITR-7

જો તમે નીચેનામાંથી કોઈ સ્ત્રોત  સાથે સંકળાયેલ હોવ તો તમારે આ આઇટીઆર ફાઇલ કરવાની જરૂર છે:

 • સાયન્ટિફિક રિસર્ચ એસોસિએશન
 • ન્યૂઝ એજન્સી
 • એસોસિએશન કે ઇન્સ્ટિટ્યૂશન જે સેકશન  10(23A) હેઠળ સમાવિષ્ટ થતી હોય .
 • ઇન્સ્ટિટ્યૂશન કે જેનો સમાવેશ સેકશન  10(23B) હેઠળ થતો હોય .
 • ફંડ અથવા સંસ્થા અથવા અન્ય શૈક્ષણિક સંસ્થા અથવા કોઈ હોસ્પિટલ અથવા અન્ય તબીબી સંસ્થા.
 • જો તમારી આવક ધર્માદા અથવા ધાર્મિક હેતુઓ માટે ટ્રસ્ટ અથવા અન્ય કાનૂની જવાબદારી હેઠળ રાખવામાં આવેલી મિલકતમાંથી અથવા ઉદ્દેશ્યથી ઉદ્ભવેલી હોય

તમારા વ્યવસાયના પ્રકાર પર આધાર રાખીને, અગાઉ ઉલ્લેખિત ફોર્મ્સમાંથી એક યોગ્ય  પ્રકારના આઇટીઆર ફોર્મનો ઉપયોગ કરવો જોઈએ.

ITR ફાઈલ કરવા માટે ના જરૂરી ડોકયુમેન્ટ્સ

1.પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ

2.બૂક્સ ઓફ એકાઉન્ટ્સ (જો જરૂરી હોય )

3.બેંક સ્ટેટમેન્ટ્સ

4.સેલ્સ રજીસ્ટર કે વર્ષ દરમિયાન થયેલ વેચાણ વિષે ની માહિતી

5.પરચેઝ રજીસ્ટર કે વર્ષ દરમિયાન થયેલ દરેક ખરીદી વિષે ની માહિતી ધરાવનાર (કેપિટલ એસેટ સાથે સમાવિષ્ટ )

6.TDS સર્ટિફિકેટ / ફોર્મ  16A ((જો ઉપલબ્ધ હોય )

7.વેટ રીટર્ન કે સર્વિસ ટેક્સ રીટર્ન

8.રેજીસ્ટ્રેશન સર્ટિફિકેટ

9.બિઝનેસ ને લગતા ખર્ચ વિષે ની માહિતી

 1. અન્ય ઇનકમ વિષે ની માહિતી બિઝનેસ ઇનકમ સિવાય ની  (કેપિટલ ગેઇન, સેલેરી, રેન્ટ વગેરે .)

11.ટેક્સ સેવિંગ રોકાણ ધરાવતા પ્રૂફ

ચોકસાઈ અને જલ્દી એકસેસ માટે ,તથા  બિઝનેસ ડેટા મેઈનટેન કરવા હંમેશા બિઝનેસ એકાઉન્ટિંગ સોફ્ટવેર વાપરવા નું કહેવામાં આવે છે. જો તમારી પાસે નથી તો વ્યાપાર વાપરવાનું શરુ કરો. સર્વશ્રેષ્ઠ GST આધારિત એકાઉન્ટિંગ સોફ્ટવેર ઇન્ડિયન બીજનેસ્સ માટેનું – ડાઉનલોડ કરો અને ફ્રી ટ્રાયલ કરો હમણાં

બિઝનેસ ઇનકમ ટેક્સ રીટર્ન ફાઈલ કરવા માટે ની ડ્યું ડેટસ

જો તમે કાર્યરત ભાગીદાર છો એક પેઢી કે LLP માં

 • 31 જુલાઈ એ અંતિમ તારીખ છે નોન ઓડિટ કેસ માટે
 • 30 સપ્ટેમ્બર એ અંતિમ તારીખ છે ઓડિટ કેસ માટે

ભાગીદારી પેઢી અને  LLP માટે

 • 31 જુલાઈ એ અંતિમ તારીખ છે નોન ઓડિટ કેસ માટે
 • 30 સપ્ટેમ્બર એ ઓડિટ કેસ માટે

અંત માં ટ્રસ્ટ માટે ,

 • 31 જુલાઈ એ અંતિમ તારીખ છે નોન ઓડિટ કેસ માં ફાઈલ કરવા માટે
 • 30 સપ્ટેમ્બર એ ઓડિટ કેસ માટે

ટૂંકમાં, ઑડિટ કેસ  30 મી સપ્ટેમ્બર સુધી માં  રિટર્ન ફાઇલ કરી શકે છે, જ્યારે અન્ય 31 મી જુલાઇથી પહેલાં ફાઈલ કરી શકે છે .આખરે જો તમારી ભરવા માટેની  અંતિમ તારીખ નજીક આવતી હોય તો સારું છે કે તમે જલ્દી કરો તે પહેલા કે વધારે મોડું થઇ જાય.

હેપી વ્યાપારિંગ!!Accounting software, GST compatible accounting software, Vyapar, Invoicing software

You May Also Like

Leave a Reply